Wednesday, August 1, 2012

સફળતા ના સોપાનો પાના નંબર. ૧ (Stpes to Success Page 1) - By Swami Vivekanand



૧. કાર્ય કરવું એ ઘણું સારું છે. પણ કાર્ય વિચાર માંથી ઉદ્ભવે છે. તેથી મગજ ને ઉચ્ચ વિચારો થી, શ્રેષ્ઠ આદર્શો થી ભરી ડો. આ વિચારો અને આદર્શો ને રાત દિવસ તમારી સમક્ષ રાખો. તેમાંથી જ મહાન કર્યો જનમશે.


૨. એક જ વિચાર ને પકડો. ઈ એક વિચાર ને તમારું જીવન સર્વસ્વ બનાવો. તેને જ વિચારો, તેના જ સપના સેવો, ઈ જ વિચાર પર જોવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, તમારા શરીર નો એક એક અવયવ એ વિચાર થી ભરપૂર કરી ડો, અને એના સિવાય ના બીજા બધા વિચારો ને બાજુ માં મૂકી ડો. સફળ થવાનો આ જ માર્ગ છે. 


૩.જો તમે પાંચ વિચારો ને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન ને ચરિત્ર માં ઉતર્યા હોય તો જે માણસ એ આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતા તમે વધુ કેળવાયેલા છો. 


૪.આપણ ને ગતિ આપનારું બળ વિચાર છે. મન ને ઉચ્ચ વિચારો થી ભરી ડો, તેના વિષે રો રોજ શ્રાવણ કરતા રહો. મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતા ને કડી પરવા ના દો. આ નિષ્ફળતા ઓ એ સાવ સ્વાભાવિક છે, જીવન નું તે સૌન્દર્ય છે. જીવન માં જો મથામણ નાં હોય તો જીવન ની કોઈ કિંમત નથી. 


૫. નિરંતર પવિત્ર વિચારો કરે જ રાખો. ખરાબ સંસ્કારો ને દબાવવા નો આ ઈક જ માત્ર ઉપાય છે. 


૬. જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર તરાપ મારવા વાઘ ની જેમ તૈયાર હોય છે, તેમ જ બીજી બાજુ આશા ના કિરણો, સુવિચારો, સત્કાર્યો તમારો બચાવ કરવા સરવાળા અને સદા માટે તૈયાર હોય છે.
  


End of Page 1.
English version might be uploaded later.

No comments:

Support Wikipedia