૧. એકાગ્રતા એ સર્વ જ્ઞાન નો સાર છે. તેના વિના કાઈ થઇ શકે નહિ. સામાન્ય માનસ માં તેની વિચાર શક્તિ નો ૯૦ ટકા ભાગ વ્યર્થ જાય છે અને તેથી તે સતત ભૂલો કાર્ય કરે છે. કેણવા યેલું મન અને માણસ ક્યારેય ભૂલો કરશે નહિ.
૨. મન એકાગ્ર થાય એ જાણવું કેવી રીતે? મન એકાગ્ર થાય ત્યારે સમય નો ખ્યાલ જતો રહે. ખયાલ રાખ્યા વિના જેટલો વધારે સમય જતો રહે એટલી એકાગ્રતા વધારે. જયારે આપણ ને કોઈ પુસ્તક માં રસ પડે ત્યારે આપણ ને સમય નો ખયાલ રેહતો નથી.
૩. મન જયારે ઘણું હસંત અને એકાગ્ર હોય ત્યારે જ જેની સમગ્ર શક્તિ કામ કરવા માં વપરાય છે. જગત એ ઉત્પન્ન કરેલા મહાન કાર્યકર્તા ઓ ના જીવન ચરિત્ર જો વાંચશો તો જણાશે કે એ વ્યક્તિ અસાધારણ શાંત સ્વભાવ ની હતી.
૪. આપને સ્વતંત્ર! આપને એક ક્ષણ માટે પણ પોતાના મન પર સત્તા ચલાવી શકતા નથી, એક વિષય ઉપર મન ને કેન્દ્રિત કરી શકતા નથી. બીજી બધી બાબત ઓ ને છોડી દઈ ને મન ને એક જ મુદ્દા ઉપર એકાગ્ર કરી શકતા નથી ! છતાં આપણે પોતાને સ્વતંત્ર માની એ છીએ. જરા વિચાર તો કરો !
૫. એકાગ્રતા ની શક્તિ કેવી રીતે મેણવવી તે શીખવા નું વિજ્ઞાન છે રાજયોગ. ધન મેળવવા માં કે ઈશ્વર ની આરાધના કરવામાં કે કોઈ કાર્ય માં એકાગ્રતા ની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે.
૬. મન જેટલું વધારે શુદ્ધ એટલું તેને સૈય્યમ માં લાવવું વધારે સહેલું છે. તેને કાબુ માં લાવવું હોય તો તેની પવિત્રતા માટે ખાસ આગ્રહ રાખવો જોઈએ.
૭. મન ને એક વસ્તુ પ એકાગ્ર કાર્ય પછી આપણી મરજી મુજબ તેને તેમાંથી અલગ પડી શકાતું નથી. આ અવસ્થા બહુ દુખ દાયક નીવડે છે. તેથી જ એકાગ્રતા ની સાથે અલગ થવાની શક્તિ પણ કેળવવી જોઈએ. આપડે મન ને એક વસ્તુ ઉપર પૂરે પૂરું એકાગ્ર કરતા શુખવું જોઈએ. એટલું જ નહિ, એક જ ક્ષણ માં તેને તેનાથી અલગ કરી બીજી વસ્તુ પર લગાડતા આપણ ને આવડવું જોઈએ.
૮. નિયમિત પ્રાણાયામ શરીર ને સંવાદી સ્થી તી માં લાવે છે, અને ત્યારે મન ને વશ માં લેવું બહુ સહેલું છે. આ બાબત માં ફક્ત સાદો પ્રાણાયામ જ જરૂરી છે. પછી શરીર ને સુક્ષ્મ ક્રિયાઓ નો, સુક્ષ્મ અને વધુ અંદર ની ક્રિયાઓ નો અનુભવ થાય છે. નિયમિત અને પદ્ધતિ સર પ્રાણાયામ થી પહેલા સ્થૂળ શરીર પર નિયમ લાવીને અને પછી સુક્ષ્મ શરીર પર કાબુ મેળવી ને મન ને કાબુ માં લાવવામાં આવે છે.