૧. પ્રાર્થના માનસ ની સુક્ષ્મ શક્તિઓ સહેલાયી થી જાગૃત કરી શકાય છે. પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગ ના પ્રર્થ્મિક સાધનો છે.
૨. શબ્દો નહિ પણ જરૂરીયાત ની લાગણી એજ સાચી પ્રાર્થના છે. પણ તમારી પ્રાર્થના ફાળે છે કે નહિ તેની રાહ જોવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ.
૩. વિષાદ એ બીજું ગમે તે હોય પણ ધર્મ નથી. હંમેશા પ્રાર્થના થી આનંદી અને હસમુખા બનવાથી મનુષ્ય ઈશ્વર ની વધુ નજીક પહોચે છે.
૪. પ્રાર્થના શું કોઈ જાદુ મંત્ર છે કે જેના રટણ થી તમે સખત કામ ના કરતા હો છતાં તમને અદભુતફળ મળી જાય ? ના સહુને સખત કામ કરવાનું છે. સહુએ એ અનંત શક્તિ ના ઊંડાણ માં પહોચવાનું છે. ગરીબી ની પાછળ કે શ્રીમંત ની પાછળ, એજ અનંત શક્તિ રહેલી છે. એવું નથી કે એક માણસ સખત મેહનત થી અને બીજો ફક્ત થોડાક શબ્દો ના રટણ માત્ર થી ફળ મેળવી જાય.
૫. આ વિશ્વ એક અખંડ પ્રાર્થના છે. જો તમે પ્રાર્થના ને એ અર્થ માં સમજો તો હું તમારા મનનો છું. શબ્દો જરૂરી નહતી, મુક પ્રાર્થના વધુ સારી છે.
No comments:
Post a Comment